સારા ન્યુઝ, ભાવનગર
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે “નમો કે નામ રકતદાન” કાર્યક્રમ અંતર્ગત ભાવનગર એસ.ટી.ડેપો તેમજ વિભાગના તમામ ડેપો ખાતે રકત દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસ.ટી.વિભાગના ૩૧૪ જેટલાં કર્મચારીઓ ઉત્સાહભેર રકતદાન કર્યુ હતું.
આ વેળાએ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ એસ.ટી.ડેપો ખાતે રકતદાન કેમ્પની શુભેચ્છા મુલાકાત લઈ રકતદાતાઓને પ્રોત્સાહીત કર્યાં હતાં.
ભાવનગર વિભાગની સમગ્ર ટીમ તેમજ માન્ય સંગઠનોએ આ રકતદાન કેમ્પમાં એસ.ટી.સ્ટાફ દવારા મહતમ રકતદાન થાય તે માટે સતત ખડે પગે રહી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
ભાવનગર વિભાગના વિભાગીય નિયામક આર.ડી.પિલવાઈકર દવારા આ આયોજનને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યકત માન્યો હતો.
