ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છના લાકડીયા ખાતે રૂ. ૮૭૫ કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છના લાકડીયા ખાતે રૂ. ૮૭૫ કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો
Views: 41
0 0

Read Time:5 Minute, 41 Second

સારા ન્યુઝ, ભુજ

       ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. કંપની ખાતે રૂ. ૮૭૫ કરોડના નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો હતો.

 ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા રાજ્યકક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને ત્રણેય જિલ્લાની પોલીસ સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા પૂર્વ કચ્છ (ગાંધીધામ) ના ૧૧ કેસ, પશ્ચિમ કચ્છ (ભુજ) ના ૧૬ કેસ અને મોરબી જિલ્લાનો ૧ કેસ મળીને NDPS એક્ટ હેઠળ કુલ ૨૮ કેસમાં જપ્ત કરેલા રૂ. ૮૭૫ કરોડની કિંમતના ૩૯૧.૬૨૫ કિલો અને ૮૯૮૬ લીટર માદક પદાર્થનો સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. ખાતે કંપનીના ઇન્સિનેરેશન પ્લાન્ટ (ભઠ્ઠી) માં વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશના યુવાધનને બરબાદ કરનારા ડ્રગ્સને ભઠ્ઠીમાં આગને હવાલે કરીને ખાખ કરતા મને સંતોષ પ્રાપ્ત થયો છે. આ કાર્યવાહી ગુજરાત સરકારની “ડ્રગ્સ મુક્ત ગુજરાત”ની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ગુજરાત અને કચ્છ પોલીસની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, ડ્રગ્સના દુષણ સામે ગુજરાત પોલીસ એક જંગ લડી રહી છે. ગુજરાત પોલીસે ભારત પાકિસ્તાનની સીમા હોય કે, સમુદ્રની તેજ લહેરો હોય કે, અન્ય રાજ્યો વચ્ચે ચાલતા રેકેટ હોય તેને નાકામ કરીને ઐતિહાસિક ડ્રગ્સનો જથ્થો પકડી પાડીને યુવા ધનને બરબાદ કરવાના મનસૂબા ધરાવતા તત્વો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરી છે.

ગુજરાત પોલીસ સરહદ પારથી ઘુસાડવામાં આવતા ડ્રગ્સના દૂષણને નાથવા માટે કટિબદ્ધ હોવાનું જણાવીને કચ્છ સરહદથી ઘુસાડીને રાજ્યના યુવાનોને બરબાદ કરવાના પ્રયાસોને નિષ્ફળ બનાવનાર કચ્છ પોલીસની કામગીરીને બિરદાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, પોલીસની પરીણાત્મક કામગીરીના પગલે આજે રૂ. ૮૭૫ કરોડની કિંમતનું જપ્ત કરાયેલું ડ્રગ્સ આગના હવાલે કરીને તેનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો છે. હજુ પણ યુવાઓને બરબાદ કરવાના ષડયંત્રો સામે ગુજરાત પોલીસ સક્રિય રહીને કામગીરી કરતી રહેશે તેવી પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી દેવજીભાઈ વરચંદ અને ધવલભાઈ આચાર્ય, કચ્છ બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, પ્રાંત અધિકારી જ્યોતિ ગોહિલ, પોલીસ કર્મચારીઓ તેમજ સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

કરોડોના ડ્રગ્સનો નાશ :

• માંડવી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલુ ૧૦૫.૪૨૮ કિલોગ્રામ ચરસ (હશીશ), જેની અંદાજિત કિંમત રૂપિયા ૪૪,૫૭,૫૦,૦૦૦/- (ચુંમાલીસ કરોડ સત્તાવન લાખ પચાસ હજાર) છે.

કુલ જથ્થો : આમ, ત્રણેય પોલીસ જિલ્લાનો મળીને કુલ ૩૯૧.૬૨૫ કિલોગ્રામ અને ૮૯૮૬.૨ લીટર માદક પદાર્થનો નાશ કરાયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *