ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભાવનગર જિલ્લામાં મહુવા ખાતે ૩૦ દિવસીય મેદસ્વિતા કેમ્પનું આયોજન

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભાવનગર જિલ્લામાં મહુવા ખાતે ૩૦ દિવસીય મેદસ્વિતા કેમ્પનું આયોજન
Views: 53
0 0

Read Time:2 Minute, 17 Second

સારા ન્યુઝ, ભાવનગર

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત કાર્યરત હેઠળ ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત, વડાપ્રધાનના ૭૫માં જન્મદિવસ નિમિત્તે, સમગ્ર ગુજરાતમાં ૭૫ સ્થળોએ ૩૦-દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ મેદસ્વિતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાનના ભાગરૂપે જિલ્લા યોગ કોર્ડીનેટર શ્રી વિશાલ ડાભીએ જણાવ્યું હતું કે, આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ લોકોને યોગ અને યોગ્ય આહાર દ્વારા મેદસ્વિતા ઘટાડવા વિશે માર્ગદર્શન આપવાનો છે. આ કાર્યક્રમ ૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી સવારે ૬:૩૦ થી ૮:૦૦ કલાક દરમિયાન યોજાશે.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, નેશનલ હાઈવે હનુમંત હોસ્પિટલ સામે‌ યોગ શિબિર યોજાશે. જેમાં યોગ અને આહાર સંબંધિત જાણકારી દ્વારા મેદસ્વિતા દૂર કરવા માટે સ્થાનિક નાગરિકોને આ કેમ્પમાં જોડાઈને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને મેદસ્વિતાથી મુક્ત થવા માટે આ કેમ્પમાં વધુમાં વધુ નાગરિકોને જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઈચ્છુક નાગરિકો રજીસ્ટ્રેશન લીંક: https://forms.gle/JpEzUTWATIWsMP6y6 ઉપર જરૂરી વિગતો સાથે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ કેમ્પ માટે ટોકન ફી રૂ.૩૦૦ રાખવામાં આવી છે. વધુ માહિતી માટે જિલ્લા યોગ કોર્ડીનેટર વિશાલ ડાભી અને યોગ કોચ હરિભાઈ બારૈયા મો.૮૦૦૦૮૨૬૩૭૯ , ૯૯૭૯૬૨૦૯૩૬ સંપર્ક કરવા જણાવાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *