સારા ન્યુઝ, ભાવનગર
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર હસ્તકના સરદાર પટેલ રમત સંકૂલ, ભાવનગર ખાતે ચાલતી “સ્વામી વિવેકાનંદ પ્રતિભા સંવર્ધક કેન્દ્ર” યોજના અંતર્ગત ચાલી રહેલ બાસ્કેટબોલ એકેડમીમાં તાલીમ લઈ રહેલ આર્ચી પટેલ, માનસી ગોહેલ, ધ્રુવિષા પંડ્યા દ્વારા તાજેતરમાં લુધિયાણા (પંજાબ) ખાતે યોજાયેલ જુનિયર નેશનલ બાસ્કેટબોલ બહેનોની સ્પર્ધામાં ગુજરાતની ટીમ વતી રમી રાજ્યને સિલ્વર મેડલ અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.
જેમાં ખેલાડીઓને છેલ્લા ત્રણ વર્ષથી એક્સપર્ટ કોચ તનસુખ છાટબાર, (આસીસ્ટન્ટ) ડિસ્ટ્રિક્ટ કોચ શર્મિષ્ઠા ભગોરા દ્વારા નિયમિત કોચિંગ આપી ખેલાડીઓને તૈયાર કરવામાં આવ્યા હતા. અન્ય સુવિધાઓ અને માર્ગદર્શન જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ભાવનગર સુનિલ આર. ચૌધરી દ્વારા આપવામાં આવ્યું હતું. પૂર્વ સિનિયર કોચ, જે.એ.જાદવ દ્વારા તબક્કાવાર પ્રોત્સાહન તથા સાથે તમામ ફિઝિયોથેરાપિસ્ટ, બાસ્કેટબોલ ટ્રેનર જેવા સપોર્ટિંગ સ્ટાફએ મહત્વનો ભાગ ભજવ્યો હતો તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવેલ છે.
