શાળાકીય રમતોત્સવમા ચીંચલીની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યુ

શાળાકીય રમતોત્સવમા ચીંચલીની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યુ
Views: 151
0 0

Read Time:1 Minute, 44 Second

સારા ન્યુઝ, ડાંગ

ડાંગ જિલ્લામા ચાલી રહેલી જિલ્લા કક્ષાની શાળાકીય રમતગમત સ્પર્ધા અંતર્ગત SGFI ની કબડ્ડી સ્પર્ધામા ચીંચલી સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યુ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ સ્પર્ધામા અંડર 14 (ભાઈઓ) ની ટીમે પ્રથમ સ્થાન, અંડર 17 (ભાઈઓ) પ્રથમ સ્થાન, તેમજ અંડર 17 (બહેનો) એ દ્વિતીય સ્થાન, અને અંડર 14 (બહેનો) ની ટીમે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંતઅંડર 17 ખો ખો (બહેનો) એ પણ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ કબડ્ડી SGFI સ્પર્ધામા આ શાળાની અંડર 14 (બહેનો) એ રાજ્ય કક્ષાએપ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો હતો. તેમજ ખેલ મહાકુંભ ૩.૦ કબડ્ડી સ્પર્ધામા અંડર 14 (ભાઈઓ) એ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યો હતો. 

આમ, એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલ-ચિચંલી લગાતાર બે વર્ષથી SGFI કબડ્ડી સ્પર્ધામા ડાંગ જિલ્લાનુ નામ રોશન કરી રહી છે. શાળાના આ રમતમાં કોચ તરીકે કમલેશ ઈત્યાભાઈ દેશમુખ, અને શાળા આચાર્ય મનહરભાઈ તથા શૈલેષભાઈ સાહરે તેમજ શિક્ષકોનુ મહત્વનુ યોગદાન રહેવા પામ્યુ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *