ભાવનગર’ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘૮મો રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણીની તૈયારીઓ અંગે બેઠક યોજાઈ

ભાવનગર’ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘૮મો રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણીની તૈયારીઓ અંગે બેઠક યોજાઈ
Views: 44
0 0

Read Time:2 Minute, 15 Second

‘૮મો રાષ્ટ્રીય પોષણ માહ

સારા ન્યુઝ, ભાવનગર

ભાવનગર આજે ભાવનગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘૮માં રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણીના તૈયારીઓ અંગેની બેઠક યોજાઇ હતી.

જિલ્લા વિકાસ અધિકારીએ રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી અંગે જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી યોજાનારા ‘૮મા રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૫’ દરમિયાન બાળકો, કિશોરીઓ, ગર્ભવતી તેમજ ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. પોષણ માસ દરમિયાન પાંચ મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આમાં સ્થૂળતા, પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ, નવજાત શિશુ અને નાના બાળકોની ખોરાક પ્રથાઓનો સમાવેશ થાય છે. સાથે જ વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવામાં આવશે.તેમણે કાર્યક્રમના સફળ આયોજન માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

આ બેઠકમાં આઈ.સી.ડી.એસ. વિભાગના ઈન્ચાર્જ પ્રોગ્રામ ઓફીસ રમેશભાઇ જાખણીયાએ આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ,કૃષિ, ગ્રામ વિકાસ તેમજ શ્રમ અને રોજગાર વિભાગ સહિત અન્ય સંબંધિત વિભાગોએ ઉજવણી દરમિયાન કરવાની થતી કામગીરી અંગે વિગતવાર જાણકારી આપી હતી. રાષ્ટ્રીય પોષણ માહની વિવિધ પ્રવૃતિઓની જન આંદોલન ડેશબોર્ડ પર ડેટા એન્ટ્રી કરવા જણાવ્યું હતું.

બેઠકમાં આર.સી.એચ અધિકારી ડૉ.કે.એમ.સોલંકી સહિત અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *