ગિરિમથક ખાતે યોજાયુ દક્ષિણ ગુજરાતના નિવૃત્ત વન અધિકારીઓનુ સ્નેહમિલન

ગિરિમથક ખાતે યોજાયુ દક્ષિણ ગુજરાતના નિવૃત્ત વન અધિકારીઓનુ સ્નેહમિલન
Views: 40
0 0

Read Time:1 Minute, 25 Second

સારા ન્યુઝ, ડાંગ

દક્ષિણ ગુજરાતના નિવૃત્ત વન અધિકારીઓનુ છઠ્ઠુ સ્નેહમિલન સંમેલન ગિરિમથકની ગોદમા યોજાઈ ગયુ.વન જતન અને સંવર્ધન સાથે આજીવન પનારો પાડનારા વનકર્મીઓ સાહજિક રીતે જ વનો પ્રત્યે આકર્ષાતા હોય છે. ત્યારે સમયાન્તરે મળતા તેમના સ્નેહમિલન સમારંભનો આ પ્રસંગ સાપુતારાના આંગણે તાજેતરમા યોજાઈ ગયો. જેમા મોટી સંખ્યામા નિવૃત્ત વન અધિકારી/કર્મચારીઓએ તેમના કુટુમ્બ સહિત ઉપસ્થિત રહી, પરસ્પર આ સમારોહને માણ્યો હતો.

દરમિયાન આયોજકોનુ યાદગાર આયોજન પ્રસંશનીય રહ્યુ. પ્રકૃતિ જતન તથા તેના સંવર્ધનમા નિવૃતિ બાદ પણ જોમ અને જુસ્સો યથાવત રહેતા, તેમની આ મક્કમતા પ્રેરણાદાયક બની રહી. વન જતન સંવર્ધન માટેનો સૌનો સહિયારો સંકલ્પ અનેરો રહ્યો.

વન વૈભવના વારસાને જાળવવાના અને પ્રકૃતિના જતન બાબતે સૌ જાગ્રત રહીએ એ વિચારને સંકલ્પ બનાવવા સાથે, મનોરંજક કાર્યક્રમોની કલાક્રુતિ સાથે કાર્યક્રમનુ સમાપન કરાયુ હતુ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *