દાહોદ તાલુકાના કોટડા ખુર્દ ખાતે દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડે નિક્ષય મિત્ર બનીને ટીબીના દર્દીઓને પોષણ કીટનું કર્યું વિતરણ

દાહોદ તાલુકાના કોટડા ખુર્દ ખાતે દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડે નિક્ષય મિત્ર બનીને ટીબીના દર્દીઓને પોષણ કીટનું કર્યું વિતરણ
Views: 50
0 0

Read Time:1 Minute, 57 Second

સારા ન્યુઝ, દાહોદ

દાહોદ તાલુકાના ટાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્માન આરોગ્ય મંદિર કોટડા ખુર્દ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જીલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે નિક્ષય મિત્ર બનીને કુલ 15 ટીબીના દર્દીઓને પોષણ કીટ આપીને પોતાનું યોગદાન આપ્યું હતું.

      કલેકટર દ્વારા કહેવામાં આવ્યું કે, જયારે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય ત્યારે આવી બધી બીમારી થાય છે તમને પોષણ કીટ આપવામાં આવી તેનો યોગ્ય ઉપયોગ કરવો શરીરમાં પોષણ મળે એવી વસ્તુઓ ખોરાકમાં લેવા જોઈએ અને ડૉ અને આરોગ્ય કર્મચારીઓ જે કહે છે તેમની સૂચનાનું પાલન કરવું ડૉટ્સ નિયમિત લેવાથી ટીબી સો ટકા મટી જાય છે તેવી વાત તેમના દ્વારા કહેવામાં આવી હતી.

      નાયબ પશુપાલન નિયામક અધિકારી દ્વારા બકરીનું દૂધ પીઓ અને સ્વસ્થ રહો વિકાસસીલ તાલુકા અને ટ્રાયબલ સબ પ્લાનની યોજનામાં 4+1 ચાર બકરી અને એક બકરો આપવામાં આવે છે તે યોજનાનો પણ લાભ લેવા નાયબ પશુપાલન નિયામક અધિકારી અનુરોધ કર્યો હતો.

     આ કાર્યક્રમમાં કોટડા ખુર્દ ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, નાયબ પશુપાલન નિયામક જીલ્લા પંચાયત દાહોદ, જીલ્લા ક્ષય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, તેમજ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ, ટીબીના દર્દીઓ અને ગ્રામજનો હાજર રહ્યાં હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *