સારા ન્યુઝ, દાહોદ
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” હાથ ધરવામાં આવી છે.આ ઝુંબેશનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને બાળમૈત્રીપૂર્ણ બનાવવાનો છે.
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના દાહોદ ઘટક-3 ની ધામરડા-૬, નવાગામ-૨ અને ઊંડાર-૫ તેમજ વિવિધ આંગણવાડી કેન્દ્ર ખાતે નવીનીકરણની ઝુંબેશ હેઠળ સમારકામ,કલરકામ,ચિત્રકામની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
આ ઝુંબેશ અંતર્ગત જ્યારે દાહોદ ઘટક-૩ મા ૭૫ આંગણવાડીઓમાં સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને ૧૭ કેન્દ્રોમાં કામગીરી પ્રગતિમાં છે. આંગણવાડી નવીનીકરણ ઝુંબેશનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના બાળકોને ખાનગી પ્લે-સ્કૂલ જેવું રંગીન અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ પૂરું પાડવાનો છે.
