દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને ભારત સરકારનું સાહસ ભારતીય કુત્રિમ અંગ નિમાર્ણ નિગમ (એલીમ્કો) દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓ માટે ચકાસણી કેમ્પનું આયોજન

દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને ભારત સરકારનું સાહસ ભારતીય કુત્રિમ અંગ નિમાર્ણ નિગમ (એલીમ્કો) દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓ માટે ચકાસણી કેમ્પનું આયોજન
Views: 28
0 0

Read Time:2 Minute, 9 Second

સારા ન્યુઝ, દાહોદ

     દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારત સરકારનું સાહસ ભારતીય કુત્રિમ અંગ નિમાર્ણ નિગમ (એલીમ્કો) દ્વારા IOCL GSOની CSR યોજના હેઠળ દિવ્યાંગજનોના લાભ હેતું દિવ્યાંગતાના અલગ-અલગ પ્રકારના દિવ્યાંગ લાભાર્થીઓ માટે ચકાસણી કેમ્પનું આયોજન તારીખ:-૧૧/૦૨/૨૦૨૬ના રોજ સમય સવારે-૦૮ કલાકે સ્થળ :- BLIND WELFARE COUNCIL, પંચમુખી હનુમાન મંદિર સામે, મંડાવાવ રોડ દાહોદ ખાતે રાખવામાં આવેલ છે.

દાહોદ જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓ કે જે રાજ્ય સરકારની યોજનામાં અગાઉ ૫ વર્ષ પહેલા લાભ લીધેલ હોય અથવા નાણાંકીય વર્ષ-૨૦૨૦-૨૧ થી વર્ષ-૨૦૨૫-૨૬માં રાજ્ય સરકાર કે ભારત સરકારની દિવ્યાંગ સાધન સહાય યોજનામાં લાભ લિધેલ ન હોય અથવા લેવા માટે ઓનલાઇન અરજી કરેલ ન હોય માત્ર તેવા પ્રકારના દિવ્યાંગ લાભાર્થીઓ એ જ સાધનિક પુરાવાઓ સાથે આવવાનું રહેશે. જેમાં મોટરરાઈઝ ટ્રાઈસીકલ, ટ્રાઈસીકલ, બાળકો માટે વ્હીલચેર, પુખ્ત વયના દિવ્યાંગ માટે વ્હીલ ચેર, ફોલ્ડેબલ વોકર, કચ એક્સિલા, વોકિંગ સ્ટિક, બ્રેઈલ કીટ, સુગમ્ય કેન, સ્માર્ટ ફોન, સીપી ચેર, TLM કીટ, ADL કીટ, BTE ડીજીટલ પ્રકારના સાધનો માટે જન્મનો પુરાવાની નકલ, આધાર કાર્ડની નકલ, ડિસેબીલીટી સર્ટીફીકેટ, પાસપોર્ટ સાઇઝ ફોટો તથા બાવીસ હજાર રૂ. (૨૨૦૦૦) થી ઓછી આવકનો દાખલો સાથે લાવવાનું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દાહોદ દ્વારા જણાવવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *