પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માધવપુર મેળા માટે ૨૫ બસોની વ્યવસ્થા

Views: 19
0 0

Read Time:2 Minute, 39 Second

ગુજરાત ભૂમિ, પોરબંદર

ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના પાવન વિવાહ પ્રસંગે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે યોજાતા ભવ્ય મેળાનો લાભ જિલ્લાના નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૫ બસોની નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વ્યવસ્થા અંતર્ગત પોરબંદર શહેરમાંથી કુલ ૧૫ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસો બપોરે ૨:૩૦ કલાકે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પ્રસ્થાન કરશે. જેમાં ગુરુકુળ ગેટ, ભીમરાવ ચોક (છાંયા), વિરડી પ્લોટ (ચુનાના ભઠા પાસે), કે.કે.નગર (હનુમાન મંદિર પાસે), બોખીરા, દક્ષિણ ઝોન મહાનગરપાલિકા બ્રાન્ચ ઓફિસ, સુદામા પરોઠા હાઉસવાળી ગલી, ખારવાવાડ, ચોગાન ફળીયું, જુરીબાગ, કાંતિપાન પાસે જેવા સ્થળોનો સમાવેશ થાય છે. ઉપરાંત વોરાવાડ વિસ્તારમાંથી ૩ બસો અને સ્વસ્તિક હોલ વિસ્તારમાંથી ૩ બસો પ્રસ્થાન કરશે.
પોરબંદર તાલુકા પાંચ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ઓડદર, કડછ, એરડા અને ગરેજ ગામેથી બપોરે ૨:૦૦ કલાકે બસો ઉપડશે, જ્યારે ચિકાસા ગામેથી બપોરે ૨:૩૦ કલાકે બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
કુતિયાણા તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા કુલ ૫ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ૧.૩૦ વાગ્યા આસપાસ ઇશ્વરીયા અને મહોબતપરા સંયુક્ત ગામ માટે ૧ બસ, છત્રાવા, પસવારી અને સેગરસ સંયુક્ત ગામ માટે ૧ બસ, મહિયારી અને કાંસાબડ સંયુક્ત ગામ માટે ૧ બસ, ડાડુકા, રોઘડા, વડાળા અને બિલડી સંયુક્ત ગામો માટે ૧ બસ તેમજ દેવડા, ખાગેશ્રી અને રામનગર સંયુક્ત ગામો માટે ૧ બસ ફાળવવામાં આવી છે.
આ રીતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સુવિધાજનક પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી, વધુમાં વધુ લોકો માધવપુર ઘેડના આ પાવન અને સાંસ્કૃતિક મેળાનો આનંદ માણી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *