માતાનામઢથી કોટડા રોડ ઉપર વાહનોની અવર જવર પ્રતિબંધની મર્યાદા વધારાઈ

માતાનામઢથી કોટડા રોડ ઉપર વાહનોની અવર જવર પ્રતિબંધની મર્યાદા વધારાઈ
Views: 70
0 0

Read Time:1 Minute, 26 Second

સારા ન્યુઝ ભુજ

       માતાનામઢથી કોટડા રોડનાં ચે.૦/૬૦૦ થી ૩/૬૦૦ સુધીનો રસ્તો સામાન્ય વાહન વ્યવહાર માટે બંધ કરવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

      જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ કચ્છ-ભુજ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે ફરમાવેલ છે કે, તા.૩૧/૧૨/૨૦૨૬ સુધીના સમયગાળા માટે માતાના મઢથી કોટડા રોડના ચે.૦/૬૦૦ થી ૩/૬૦૦ સુધીના રસ્તા પરથી વાહનો અવર-જવર કરી શક્શે નહીં. જ્યારે વૈકલ્પિક માર્ગ/રસ્તા તરીકે ચે.૦/૬૦૦ થી ડાબી તરફ પાકો ડામર રસ્તો કોટડા ગામ તરફ ચે.૩/૬૦૦ પર હયાત રસ્તાને મળે છે. જે રસ્તા પરથી વાહનો અવર-જવર કરી શકશે. 

    આ જાહેરનામું સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલ વાહનો, પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજ/સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, નખત્રાણાના આદેશાનુસાર સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલ વાહનોને લાગુ પડશે નહીં.                             

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *