મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દાહોદ

મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દાહોદ
Views: 58
0 0

Read Time:3 Minute, 18 Second

હિન્દ ન્યુઝ, દાહોદ

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં તારીખ ૨૭ ઑક્ટોબર, ૨૦૨૫થી શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત ગણતરીના તબક્કાની કામગીરી ખૂબ જ અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે. દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૬ વિધાનસભા વિસ્તારોમાં મતદાર યાદીની ૧૦૦ ટકા ડિજિટાઇઝેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ છે.

દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ ડ્રાફ્ટ રોલ એટલે કે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધિ બાબતે જણાવ્યું કે, દાહોદ જિલ્લાના કુલ મતદારોની સંખ્યા ૧૬,૯૩,૦૦૨ હતી. આ મતદારો પૈકી કુલ પરત મળેલ ગણતરી ફોર્મ EF ની સંખ્યા ૧૫,૧૨,૭૬૭ છે. ASDના કારણે કમી થયેલા મતદારોની સંખ્યા ૧,૮૦,૨૩૫ છે. ફાઈનલ ડ્રાફ્ટ રોલમાં ૧૫,૧૨,૭૬૭ જેટલા મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માન્ય રાજકીય પક્ષને આ ફાઈનલ ડ્રાફ્ટ રોલની સોફ્ટ અને હાર્ડ કોપી સુપ્રત કરવામાં આવી છે. દરેક બુથના BLOને પણ ફોટોવાળી મતદાર યાદી આપવામાં આવી છે.



દાહોદ જિલ્લાની ૬ વિધાનસભા વિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા:- ૧૬,૯૩,૦૦૨

– ડ્રાફ્ટ રોલમાં સમાવેશ મતદારોની સંખ્યા:- ૧૫,૧૨,૭૬૭
– ASD મતદારોની સંખ્યા :- ૧,૮૦,૨૩૫
-મૃત્યુ થયેલા મતદારો ૫૮,૫૪૦
-કાયમી સ્થળાંતર થયેલા મતદારો-૮૨,૧૬૬
-ગેરહાજર મતદારો,૨૦,૪૦૯
-ડુપ્લીકેટ મતદારો,૧૮,૨૪૨ ને અન્ય મતદારો ૮૭૮ છે.

“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *