શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા વાહનો માટે નિયત કરાયેલાં ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

Views: 20
0 0

Read Time:2 Minute, 59 Second

ભાવનગર

ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મળેલ અધિકારની રૂઈએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જેમાં ફરમાવ્યું છે કે, શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વે લાઇનના ફાટક નં.૨૦૫/B પર રેલ્વે ઓવરબ્રીજના કામે તા. ૨૧/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૫/૨૦૨૬ સુધી શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા વાહનો માટે નિયત કરાયેલાં ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવાનાં રહેશે.
જાહેરનામાં અનુસાર,માત્ર ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર વાહનોની અવરજવર માટે (૧) શિહોરથી વાયા શિહોર GIDC થઇ ઘાંઘળી-વલ્લભીપુર તરફ જતા વાહન વ્યવહાર માટે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર શિહોર ખાતે આવેલ દાદાની વાવથી વાયા નેસડા ગામ થઇ વલ્લભીપુર તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે.
(૨) વલ્લભીપુર તરફથી વાયા ઘાંઘળી શિહોર GIDC થઇ શિહોર શહેર તરફ આવતા વાહન વ્યવહાર માટે વલ્લભીપુર-ભાવનગર હાઇવે ઉપર ઘાંઘળીથી વાયા નેસડા ગામ થઇ શિહોર શહેર દાદાની વાવ તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે.

મોટા વાહનોની અવર-જવર માટે
(૧) શિહોરથી વાયા શિહોર GIDC થઈ ઘાંઘળી-વલ્લભીપુર તરફ જતા વાહન વ્યવહાર માટે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર શિહોર ખાતે આવેલ દાદાની વાવથી રાજપરા (ખોડીયાર) થી નવાગામ (ચીલોડા) થી રંગોલી ચોકડી થઇ ભાવનગર-વલ્લભીપુર હાઇવે રોડ ઉપર કરદેજથી ઉંડવીથી નેસડાથી ઘાંઘળી તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે.
(ર) વલ્લભીપુર તરફથી વાયા ઘાંઘળી શિહોર GIDC થઇ શિહોર શહેર તરફ આવતા વાહન વ્યવહાર માટે વલ્લભીપુર-ભાવનગર હાઇવે ઉપર ઘાંઘળીથી નેસડાથી ઉંડવીથી કરદેજથી રંગોલી ચોકડી થઇ ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર નવાગામ(ચીલોડા) થી રાજપરા (ખોડીયાર) થી શિહોર શહેર દાદાની વાવ તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા થશે.
“જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *