Read Time:1 Minute, 8 Second
સારા ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના જિલ્લાઓમાં ફાળવાયેલી 28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનને ગાંધીનગરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફ્લેગ-ઓફ કરાવ્યું હતું.
ગુનાઓની ઝડપી અને અસરકારક તપાસમાં ફોરેન્સિક સેવાનો વ્યાપ વધ્યો છે ત્યારે અદ્યતન ફોરેન્સિક સાધનો અને ઉપકરણો સાથેની મોબાઈલ ફોરેન્સિક વાનથી રાજ્યમાં ફોરેન્સિક સેવા વધુ સુલભ થશે અને ગુનાઓની વૈજ્ઞાનિક ઢબે ઝડપી અને અસરકારક તપાસ શક્ય બનશે.
હાલમાં, ફોરેન્સિક તપાસ માટે 47 વાન છે તેમાં આ નવી 28 ફોરેન્સિક વાન ઉમેરાતા આ સંખ્યા વધીને 75 થશે, જેનાથી ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે.
