Read Time:57 Second
ડાંગ
ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ‘આદર્શ આચાર સંહિતા’નો ચુસ્ત અમલ શરૂ કરવામાં આવ્યો છે.
📍 જિલ્લા ચૂંટણી અધિકારી સુ શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે સાપુતારા ખાતેનું માહિતી અને પ્રસારણ વિભાગનું પ્રદર્શન કેન્દ્ર હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે.
✅ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ કેન્દ્ર ફરીથી મુલાકાતીઓ માટે રાબેતા મુજબ ખુલ્લું મૂકવામાં આવશે. પ્રવાસીઓ અને સ્થાનિકોને આ બાબતની નોંધ લેવા વિનંતી છે.
