ગીર સોમનાથ જિલ્લામાં આચારસંહિતાનું અમલીકરણ ; કંટ્રોલરુમના નંબર જાહેર કરાયાં

Views: 11
0 0

Read Time:2 Minute, 17 Second

ગીર સોમનાથ

             સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આદર્શ આચાર સંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની આગેવાનીમાં તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લાઉડ સ્પીકરના ઉપયોગ, હથિયારો, બેનર્સ-કટઆઉટ નિયમન, મતદાન મથક-મતગણતરી કેન્દ્ર અંતર્ગતની પ્રવૃત્તિઓ સહિત ચૂંટણી સંબંધિત ૧૩ જાહેરનામા અમલમાં મૂકવામાં આવ્યા છે.
 ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનો અમલ થાય તે માટે જિલ્લાકક્ષાએ નોડલ અધિકારી તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત દરેક તાલુકા કક્ષાએ આદર્શ આચારસંહિતાની ટીમની રચના કરી અને આચારસંહિતાની ચૂસ્ત અમલવારી થાય તે સુનિશ્ચિત કરવા કલેક્ટરએ સૂચના આપી છે.
 ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતાનો અમલ જરુરી હોવાથી જિલ્લાકક્ષાએ કંટ્રોલ રુમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આચારસંહિતાના અમલીકરણ અંગે નાગરિકો કંટ્રોલ રુમના નંબર ૦૨૮૭૬ – ૨૮૫૨૫૧ ઉપર સંપર્ક કરી શકે છે.
 ચૂંટણી દરમિયાન કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ છે અને કંટ્રોલરુમના માધ્યમથી સતત મોનિટરિંગ કરવામાં આવશે.
 વધુમાં, ઉમેદવારોના ખર્ચના હિસાબો ચકાસવા તેમજ નિયંત્રણ માટે જિલ્લાકક્ષાએ જિલ્લા તિજોરી અધિકારીની નોડલ ઓફિસર તરીકે અને તાલુકા કક્ષાએ તાબાના પેટા તિજોરી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *