સારા ન્યુઝ, સાપુતારા
ગિરિમથક સાપુતારા ખાતે આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન અહીં આવતા પર્યટકોને પરંપરાગત આદિવાસી હસ્તકલા કૃતિઓનો નિહાળવા અને ખરીદવાનો અવસર પ્રદાન કરતા તેના વેચાણ અને પ્રદર્શન મેળાનુ આયોજન કરાયુ છે.
રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ વેચાણ અને પ્રદર્શન મેળાને ખુલ્લો મુકતા ડાંગ જિલ્લા કલેકટર સુ શાલિની દુહાન હસ્તકલાના કારીગરો, વેપારીઓ, ગ્રાહકો, અને આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો.તારીખ ૧૧ થી ૧૭ ઓગસ્ટ દરમિયાનસાપુતારાના સનસેટ પોઈન્ટ વ્યુ રોડ ઉપર આયોજિત આ મેળાનુ ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી, ગાંધીનગર દ્વારા આયોજન કરવામા આવ્યું છે. મેળાના મુખ્ય આકર્ષણોમા આદિવાસી વિસ્તારની પરંપરાગત હસ્તકલા કૃતિ વેચાણ અને પ્રદર્શન, પરંપરાગત આદિવાસી આહાર સ્ટોલ્સ, પરંપરાગત ખેત ઉત્પાદન, ગૌણ વન પેદાશોનુ વેચાણ, અને વન ઔષધિઓના અંદાજીત ત્રીસેક જેટલા સ્ટોલ્સનુ આયોજન કરાયુ છે.
