Read Time:1 Minute, 0 Second
સારા ન્યુઝ, નર્મદા
ભારત પર્વ 2025
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ‘ભારત પર્વ’ની ઉજવણી અંતર્ગત એકતાનગર રંગબેરંગી લાઈટિંગ્સના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. સરદાર પટેલની પ્રતિમાથી લઈને સરદાર સરોવર ડેમ રોશનીથી ઝળહળી ઉઠ્યા.
પ્રકાશ પર્વ પેવેલિયનમાં 5 પ્રકારની LED લાઈટિંગ ટેક્નોલોજી દ્વારા ડેકોરેટિવ સુશોભન કરાયું; સાથે જ મિશન ચંદ્રયાન, ઓપરેશન સિંદૂરની થીમ, પક્ષીઓ – પ્રાણીઓ, વૃક્ષો – ફૂલો, ધાર્મિક ચિહ્નો, સૌરમંડળની અદભૂત સંકલ્પનાઓને પ્રકાશરૂપે વ્યક્ત કરાયા.સરદાર સરોવર ડેમ ખાતે ખાસ ડિઝાઈન કરાયેલ ડાયનેમિક ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શૉ મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો.
