ધ ન્યુ એચિવર નર્સિંગ કૉલેજ લીમડી
હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકામા ધ ન્યૂ એચિવર નર્સિંગ કોલેજ ખાતે યોગ સંવાદ યોજાયો. જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” દરેક તાલુકામા ગામડે ગામડે યોગ ટ્રેનર તૈયાર થાય અને ઘર ઘર સુઘી યોગ પહોંચે તે માટે યોગ સંવાદનું આયોજન કરવામા આવેલ છે.
જેમા મોટી સંખ્યામાં નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થિની બહેનો એ ભાગ લીધો હતો. તેમજ 77 બહેનો યોગ ટ્રેનર માટે ફોર્મ ભર્યા. તેમજ યોગ ટ્રેનર તાલિમ લેવા માટે તૈયાર થયા. જેનો હેતુ સમગ્ર તાલુકામા યોગનું વાતાવરણ બને તે હેતુ છે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દાહોદ જિલ્લાના જીલ્લા યોગ કો ઓર્ડીનેટર ધુળાભાઇ પારગી, કેમ્પસ ડાયરેક્ટર ધ્રુમિલ શ્રીમાળી, નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ, નર્સિંગ કોલેજના પ્રોફેસર્સ અને બહેનો અને ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના તાલુકા યોગ કોચ કલ્પનાબેન ભાભોર, પુષ્પાબેન બામણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
