સુરત જિલ્લા પ્રભારી સચિવ રાજીવ ટોપનોની અધ્યક્ષતામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક મળી

સુરત જિલ્લા પ્રભારી સચિવ રાજીવ ટોપનોની અધ્યક્ષતામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક મળી
Views: 102
0 0

Read Time:1 Minute, 41 Second

સર ન્યુઝ, સુરત

    સુરત જિલ્લા પ્રભારી સચિવ રાજીવ ટોપનોની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં સુરત જિલ્લાની તમામ ૧૬ વિધાનસભાના ઈ.આર.ઓ. સાથે SIR- ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક મળી હતી. 

   બેઠકમાં SIR અંતર્ગત સુરત જિલ્લામાં કરવામાં આવેલી કામગીરી અંગે PPT પ્રસ્તુતિ દ્વારા સચિવશ્રીને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જિલ્લામાં મળેલા મતદાર ગણતરીફોર્મનું ડિઝીટાઈઝેશન, મતદારોનું મેપિંગ, ASD-ગેરહાજર, મૃત અને સ્થળાંરિત મતદારો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરાયેલા વિવિધ ફોર્મ (નવા નોંધણી, સુધારા, સ્થળાંતર તથા નામ રદ્દ કરવા અંગે)ની પ્રાપ્તી બાદ થયેલી કાર્યવાહી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.સમીક્ષા બેઠક દરમિયાન પ્રભારી સચિવે મતદાર યાદીની ચોકસાઈ, પારદર્શિતા અને સમયબદ્ધ પૂર્ણતા માટે જરૂરી સૂચનાઓ તેમજ ડોકયુમેન્ટેશન કરવા પર ભાર મૂકયો હતો.

    બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને ક્લેક્ટર ડો.સૌરભ પારધી, અધિક જિલ્લા ચુંટણી અધિકારી અમિત ચૌધરી તથા ૧૬ વિધાનસભાના ઈ.આર.ઓ. ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *