અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ભવ્ય મહાસંમેલન

અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ભવ્ય મહાસંમેલન
Views: 33
0 0

Read Time:1 Minute, 30 Second

સારા ન્યુઝ, અમદાવાદ

      અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ભવ્ય મહાસંમેલન અને નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ રાજ્ય મંત્રીમંડળના સાથી મંત્રીઓના સન્માન સમારોહમાં સહભાગી થવાનો અવસર મળ્યો. સમાજની એકતા અને સંગઠન શક્તિ જ્યારે રાષ્ટ્રના ઉત્થાન માટે એક થાય છે, ત્યારે તે પ્રગતિનો એક નવો અને મજબૂત પથ પ્રશસ્ત કરે છે.

આ સંમેલન અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના મંત્રની સાથે સમાજમાં સેવા, સમર્પણ અને સામાજિક સમરસતાની ભાવનાને વધુ દ્રઢ બનાવનારું છે.

સરદાર સાહેબના આદર્શોને અનુસરીને આજે સમાજ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ઉત્તરદાયિત્વના કાર્યો દ્વારા નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને તેની યુવાશક્તિ અને સંગઠિત ઊર્જાનો ઉપયોગ લોકકલ્યાણ માટે કરી રહ્યો છે તે પ્રેરણારૂપ છે.

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સરકારની સાથે સમાજની આ એકતા અને સહકાર અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *