અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને મારીંગણા ખાતે ખાસ મહિલા ગ્રામ સભા (ખાટલા બેઠક) યોજાઈ 

અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને મારીંગણા ખાતે ખાસ મહિલા ગ્રામ સભા (ખાટલા બેઠક) યોજાઈ 
Views: 84
0 0

Read Time:5 Minute, 15 Second

સારા ન્યુઝ, ભુજ

 મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અમલી છે. જેનો મુખ્ય હેતુ મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ બને તે રાખવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ નવતર પહેલના ભાગરૂપે કચ્છ જિલ્લાનાં અંજાર તાલુકાના મારીંગણા ગામમાં ખાસ મહિલા ગ્રામસભા (ખાટલા બેઠક)નું આયોજન અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.

આ તકે વિવિધ પ્રશ્નોના સમાધાન સાથે જ ગામમાં વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતી દીકરીઓ માટે પિંક લાયબ્રેરી બનાવવા અર્થે રૂપિયા પાંચ લાખની વિશિષ્ટ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીમતિ અવની દવેએ ગ્રામસભાનો હેતુ જણાવતાં કહ્યું હતું કે ગામની મહિલાઓને પોતાના મુદાઓ કે પ્રશ્નોની રજૂઆત કરવા માટે યોગ્ય મંચ મળે અને બહેનો સ્વયં પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે તેમજ વિવિધ વિભાગની યોજનાકીય કાયદાકીય માહિતી મેળવી શકે એ છે.

આ ઉપરાંત, બહેનો પરિવારના સભ્યો સાથે જ ચર્ચા કરી રહ્યા હોય તેવી અનુભૂતિ થાય અને સહજતાથી પોતાના પ્રશ્નો રજૂ કરી શકે તે માટે ખાસ ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અને મારીંગણા ગામના વતનીશ્રી મશરૂભાઈ રબારીએ ગામનો પરિચય આપતા જણાવ્યું હતું કે મારીંગણા ગામમાં સતત બે ટર્મથી મહિલા સમરસ પંચાયત રહી છે. ગામમા સામાજિક એકતા ખૂબ સારી રીતે જળવાઈ રહી છે.  ગામના મહિલાઓ તેમજ કિશોરીઓ દ્વારા શિક્ષણ,આરોગ્ય, રોજગારી,એસ.ટી., પોષણ, મહિલાલક્ષી સરકારની યોજનાઓ તેમજ ગામના વિકાસને લઈને વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રમાંથી ઉપસ્થિત અધિકારીશ્રીઓ/કર્મચારીઓ દ્વારા પોતાના વિભાગને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ દ્વારા સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગામની મહિલાઓએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવો જોઇએ. જો પોતે પાત્રતા ન ધરાવતા હોય તો ગામની અન્ય જરૂરિયાતમંદ મહિલાઓ સુધી માહિતી પહોંચાડવી જોઇએ. દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકતા તેઓએ જણાવ્યું હતુ કે દરેક દીકરીએ ફરજિયાત શિક્ષણ લેવું જોઇએ. “એક શિક્ષિત નારી સક્ષમ સમાજનું ઘડતર કરી શકે છે.” એમ વિશ્નાસ ધારાસભ્યએ વ્યક્ત કર્યો હતો.   બાલિકા પંચાયતની દીકરીઓએ ગામ માટે લાયબ્રેરીની માંગણી કરતા મહિલા બાળ અધિકારીના માર્ગદર્શન મુજબ ગામમાં વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતી દીકરીઓ માટે પિંક લાયબ્રેરી બનાવવા અર્થે રૂપિયા પાંચ લાખની વિશિષ્ટ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.

ગામના વિકાસ માટે વિવિધ પ્રશ્નો રજૂ કરનારી અને ગ્રામસભામાં ઉપસ્થિત રહેનારી તમામ બહેનોને અભિનંદન પાઠવ્યાં હતાં તેમજ બહેનો તેમજ દીકરીઓ ઉતરોતર પ્રગતી કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ ગ્રામસભામાં સરપંચ ખીમીબેન મહેશ્વરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ભાવિનભાઈ સેંઘાણી, સી.ડી.પી.ઓ. ચેતનાબેન, આરોગ્ય વિભાગમાંથી ડૉ. પાયલબેન, GSRTCના હિમતસિંહ ઠાકોર, અંજાર મામલતદાર કચેરીના પ્રતિનિધિ, સેતુ અભિયાનના જયંતિભાઈ જોશી, KMVSના દીનાબેન ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિશન કો ઓર્ડીનેટર ફોરમબેન વ્યાસે અને આભારવિધિ કેન્દ્ર સંચાલક ભાવનાબેન ગરવલિયાએ કરી હતી. ગ્રામસભાને સફળ બનાવવા પૂજાબેન પરમાર, ક્રિષ્નાબેન ભુડિયા અને આશાવર્કર હેતલબેન આહીરે જહેમત ઉઠાવી હતી તેમ મહિલા અને બાળ વિકાસની કચેરી ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *