ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા જુનીયર બ્યુટી પ્રેક્ટીશનરની તાલીમનો પ્રારંભ

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા જુનીયર બ્યુટી પ્રેક્ટીશનરની તાલીમનો પ્રારંભ
Views: 28
0 0

Read Time:2 Minute, 9 Second

સારા ન્યુઝ, ભાવનગર

      ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તા.૧૧.૦૭.૨૦૨૫ થી તા.૧૪.૦૮.૨૦૨૫ સુધી જુનીયર બ્યુટી પ્રેક્ટીશનરની ૩૫ દિવસની નિવાસી તાલીમ કાર્યક્રમમાં ૩૪ જેટલા બી.પી.એલ. તાલીમાર્થી બહેનો જોડાયેલ છે. આ સાથે તાલીમ કાર્યક્રમનો શુભ આરંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

   આ તાલીમમાં ભાવનગરના અલગ અલગ તાલુકાના ગામના બહેનોએ ભારે ઉત્સાહથી તાલીમ કાર્યક્રમમાં જોડાયેલ છે. આ શુભારંભ કાર્યક્રમમાં આવેલ ડાયરેકટર દ્વારા બહેનોને તાલીમ પૂરી કર્યા પછી તાલીમાર્થી બહેનોને આગળ બિઝનેસ માટે લોન વિષે માહિતી આપી અને તાલીમ કાર્યક્રમ અનુરૂપ બહેનોમાં પડી રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવા આત્મ વિશ્વાસ, જોમ, જુસ્સાના સિંચન સાથે પ્રાસંગિક ઉદબોધન કરેલ અને તાલીમાર્થીઓને પગભર થવા વિષે માહિતી આપી હતી.

તાલીમાર્થી બહેનોને જીવનમાં આગળ વધવા માટેની પ્રેરણા આપેલ તથા શુભેચ્છા પાઠવેલ હતી. અતિથિ વિશેષ ગણ નો આભાર માન્યો હતો.આ તાલીમ કાર્યક્રમના શુભારંભ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે વિશેષ અતિથિગણ એસ.બી.આઇ ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી)ના એલડીએમ (ઇન ચાર્જ ડાયરેક્ટર) કુમાર રવિ રંજન, ફેકલ્ટી હંસાબેન ચાવડાગોર, ફેકલ્ટી ઇશાનભાઇ, ઓફીસ આસી. જયેશભાઇ ગોહિલ, આસી. સમિકકુમાર લકુમ અને સ્ટાફગણ, ડી.એસ.ટી ટ્રેઇનર હેમલતા વિશ્વકર્મા ઉપસ્થિત રહયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *