સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026

Views: 18
0 0

Read Time:3 Minute, 35 Second

જામનગર 

ચૂંટણી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી તથા પૂર્વ તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર પી.બી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

     આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે જામનગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે, જેના ભાગરૂપે વિવિધ નોડલ અધિકારીઓ તથા ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી તથા ચૂંટણી લક્ષી પૂર્વ તૈયારીઓ અંગેની જિલ્લા કલેકટર પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં કલેકટરએ ચૂંટણી અન્વયે નક્કી કરાયેલ સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ મતદાન મથકોની સ્થિતિ અને ઝોનલ રૂટની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી.સાથે જ રિસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટરોની વ્યવસ્થા, સ્ટ્રોંગરૂમ તથા મતગણતરી કેન્દ્રો ખાતેની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ ખાસ કરીને સર્વિસ વોટર્સ માટેની કામગીરી, પોલીંગ અને કાઉન્ટીંગ સ્ટાફની નિમણૂંક તેમજ તેમની તાલીમ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. ચૂંટણીલક્ષી સામગ્રીની ઉપલબ્ધતા અને પોલીંગ સ્ટાફ, પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીસ તેમજ હોમગાર્ડ સ્ટાફના પોસ્ટલ બેલેટ અંગે પણ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા બેઠકમાં સૂચનાઓ આપવામાં આવી હતી.

વધુમાં, કલેકટરએ જનજાગૃતિ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ઇ.વી.એમ. નિદર્શન યોજવા અને મતદાન મથકોનો યોગ્ય પ્રચાર-પ્રસાર કરવા જણાવ્યું હતું. સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા SVEEP અંતર્ગત મતદાન જાગૃતિની પ્રવૃત્તિઓ વેગવંતી બને તે માટે નોડલ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. સ્ટ્રોંગરૂમ ખાતે સીસીટીવી કેમેરા અને મતગણતરી કેન્દ્રો પર જનરેટર જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવાના આદેશો પણ આ બેઠકમાં અપાયા હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જનજાગૃતિ અંગેની વિશેષ પ્રવૃત્તિઓ હાથ ધરવા પર કલેકટરએ ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનિ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર એસ.એમ. કાથડ તથા મતદાર યાદી, પોલિંગસ્ટાફ, ઇવીએમ, ચૂંટણીલક્ષી તાલીમ, આચારસંહિતા, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, ચૂંટણી ખર્ચ દેખરેખ, મતદાર જાગૃતિ, વાહન સંપાદન, પ્રચાર પ્રસાર, કોમ્પ્યુટરાઈઝેશન, મત ગણતરી કેન્દ્ર સહિતની વિવિધ જવાબદારીઓ સંભાળતા નોડલ તથા ચૂંટણી અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *