સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ અંતર્ગત પેમ્પલેટસ અને પોસ્ટર્સ છાપકામ અને પ્રસિધ્ધિ બાબતે દાહોદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશનું જાહેરનામું

Views: 9
0 0

Read Time:5 Minute, 37 Second

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર ધ્વારા રાજ્યની મહા નગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકોની પર ચૂંટણી યોજવા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, દાહોદ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં તા.૦૧/૦૪/૨૦૨૬ થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. સદરહું ચૂંટણીઓ અન્વયે તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન અને મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ યોજનાર છે તેમજ ચૂંટણી પ્રક્રિયા તા.૩૦/૦૪/૨૦૨૬ ના રોજ પૂર્ણ થનાર છે.ઉમેદવારો તથા તેમના ટેકેદારો તરફથી ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવશે. 

પ્રચાર ઝુંબેશ અનુસંધાને ઉમેદવારો અગર તેમના કાર્યકરો દ્વારા જાહેર તથા ખાનગી મિલકત માલિકોની લેખિત પૂર્વ પરવાનગી લીધા વગર ચૂંટણી લક્ષી પ્રચારપત્રો ચોંટાડીને, સૂત્રો લખીને, નિશાનીઓ કે આકૃતિઓ, પક્ષના પ્રતિકો કે ઉમેદવારોને ફાળવેલા પ્રતિકો ચીતરીને વગેરે દ્વારા સાર્વજનિક અને ખાનગી માલીકીના મકાનોની દિવાલો બગાડે નહી તે માટે ભારતીય નિર્વાચન આયોગ દ્વારા રાજકીય પક્ષો અને ઉમેદવારોના માર્ગદર્શન માટે બહાર પાડવામાં આવેલ આચાર સંહિતા મુજબ કોઈ રાજકીય પક્ષો અથવા ઉમેદવારો પોતાના કાર્યકરને મકાનો, તાર કે વિજળીના થાંભલાઓ, વાહનો ઉપર ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસ ચોટાડવા, સૂત્રો કે ઉમેદવારોને ફાળવેલ નિશાનોના પ્રતિકો લખવા વગેરે માટે લેખિત અને પૂર્વ પરવાનગી વિના કોઈપણ વ્યકિતની જમીન, મકાન, કમ્પાઉન્ડ દિવાલ, જાહેર રોડ,રસ્તા વગેરેનો ઉપયોગ કરવા દેશે નહીં તેવી જોગવાઈ કરવામાં આવેલ છે.

રાજ્ય ચૂંટણી આયોગ તરફથી જાહેર કરેલ આચારસંહિતાનો અમલ કરાવવા અને લોકોની તેમજ જાહેર માલ મિલ્કતને થતી હાની, બગાડ અટકાવવા માટે ફોજદારી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ -૧૬૩ હેઠળ મને પ્રાપ્ત સતાની રૂએ જે.એમ.રાવલ (GAS) અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દાહોદ દ્વાર આ હુકમથી કોઈપણ વ્યકિત, સંસ્થા, ચૂંટણીના ઉમેદવારો અને તેઓના કાર્યકરીને અથવા તેમના થવારા નિયુકત કરેલ વ્યકિત, સંસ્થા કે પેઢી વિગેરેને ફરમાવવામાં આવે છે કે, સંબંધિત જાહેર મિલકત અને ખાનગી માલીકોની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના જાહેર અથવા ખાનગી મિલકત ઉપર ચૂંટણીલક્ષી પ્રચારપત્રો ચોંટાડીને, સૂત્રો લખીને, નિશાનો ચીતરીને દિવાલો બગાડવી નહીં. તેમજ કોઈ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર પોતાના કાર્યકરોને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવા, સૂત્રો લખવા અથવા અન્ય કોઈપણ રીતે જાહેર અથવા ખાનગી મિલકત બગડે તેવી રીતે ચૂંટણી પ્રચાર કરવા વગેરે માટે માલીકની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના કોઈપણ વ્યક્તિની જમીન / મકાન, કમ્પાઉન્ડ, દિવાલ, વાહનો, રોડ-રસ્તા વગેરેનો ઉપયોગ કરવો નહીં કે બગાડવા નહીં.

જાહેર મિલકત એ શબ્દ પ્રયોગમાં મિલકત જેવી કે, ધોરી માર્ગ, શેરી, ગલી, રસ્તા, રસ્તા પર માર્ગ દિશા બતાવતા સાઈન બોર્ડ, ધોરી માર્ગ ઉપરના માઈલ સ્ટોન, રેલ્વે ફાટક ઉપર ચેતવણી રૂપ નોટીસ, રેલ્વે પ્લેટફોર્મ, બસ, વાહન, ટર્મીનલના નામના બોર્ડ અથવા જાહેર જનતાની સગવડતા માટે પ્રદર્શિત કરેલ કોઈ અન્ય નોટીસ સાઈન બોર્ડનો, સરકારી કચેરીઓ, સરકારી શૈક્ષણિક સંસ્થાઓના મકાન તથા કંપાઉન્ડ વોલ,સરકારી વાહનો વગેરેનો સમાવેશ થાય છે.

શિક્ષા:- 

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાપાત્ર થશે. આ હુકમ અન્વયે જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તેમજ તેમનાથી ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી/કર્મચારીઓને પોલીસ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.

અમલવારીનો સમય અને વિસ્તાર:- 

આ જાહેરનામું હુકમની તારીખથી તા.૩૦/૦૪/૨૦૨૬ ના ૨૪:૦૦ કલાક સુધી અમલમાં રહેશે. અને સમગ્ર દાહોદ જિલ્લાના મહેસૂલી હદ વિસ્તારમાં લાગુ પડશે એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દાહોદ દ્વારા જણાવાયુ છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *