તા.૦૬/૦૧/૨૦૨૬ ના રોજ સંજેલી તાલુકાના પિછોડા નાયક આંગણવાડી કેન્દ્રની મુલાકાત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા લેવામાં આવેલ હતી

તા.૦૬/૦૧/૨૦૨૬ ના રોજ સંજેલી તાલુકાના પિછોડા નાયક આંગણવાડી કેન્દ્રની મુલાકાત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા લેવામાં આવેલ હતી
Views: 90
0 0

Read Time:3 Minute, 12 Second

સારા ન્યુઝ, દાહોદ

દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુ. ઈરાબેન ચૌહાણ દ્વારા તારીખ ૦૬/૦૧/૨૦૨૬ ના રોજ સંજેલી તાલુકાના પિછોડા નાયક આગંણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આગંણવાડી કેન્દ્ર પર ૩ વર્ષથી ૬ વર્ષના નોંધાયેલા ૨૩ બાળકો માંથી ૮ બાળકો હાજર હતા. પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં આગંણવાડી વર્કર બહેન દ્વારા દરરોજ ખોટી હાજરી ભરવામાં આવતી હતી.આગંણવાડી કેન્દ્ર ઉપર કોઈ પણ પ્રવૃતિ નિયમોનું સાર થતી નથી.

આ ઉપરાંત આગંણવાડી કેન્દ્ર ઉપર વર્કર બહેન દ્વારા પૂર્વ પ્રાર્થમિક શિક્ષણ પ્રવુતિ કરાવવામાં આવતી નથી તેમજ રમતગમત પુસ્તિકા બાળકો મારી વિકાસયાત્રા પણ ભરેલી જોવા મળેલ નથી. મેનુ મુજબ સવાર ના નાસ્તા બનાવેલ નહતો સુપોષિત દાહોદ પોર્ટલ પર ફોટાની તપાસ કરતાં જૂના ફોટોગ્રાફ અપલોડ કરેલા જોવા મળી આવ્યા હતા. આ ઉપરાંત આગંણવાડી કેન્દ્ર ઉપર રેકોડ રજીસ્ટર જોવા મળેલ નથી.

આગંણવાડી કેન્દ્ર ઉપર આપવામાં આવેલ વસ્તુનો ઉપયોગ કરેલ નથી.જિલ્લા માંથી વારંવાર સૂચના આપતા છતાં લાભાર્થીઓની એન્ટ્રી કરેલ નથી. આગંણવાડી કેન્દ્ર ઉપર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો.

પોષણ સુધા યોજના અંતર્ગત સગર્ભા ધાત્રી બપોરે ૨ વાગ્યાં સુધી કેન્દ્ર પર આવેલા નથી તેમજ મેનુ મુજબ ભોજન પણ બનાવેલ નથી. મંગળ દિવસની ઉજવણી કરેલી નથી. 

આ ઉપરાત આંગણવાડી કેન્દ્ર્મા ઉંદર પકડવા માટે પાજરું આપવામાં આવતા છતાં કેન્દ્ર ઉપર ઉંદરના ખુબ મોટા પ્રમાણે ઉપદ્રવ જોવા મળી આવ્યા હતા. 

આ પ્રકારની ગંભીર ક્ષતિઓ માટે અગાઉ પણ મુખ્ય સેવિકા અને સીડીપીઓ દ્વારા નોટિસ આપી શિક્ષાકત્મક કાર્યવાહી રૂપે પગાર કપાત કરેલ છે.

જે મુજબ પિછોડા નાયક આંગણવાડી કેન્દ્રના કાર્યકર દ્વારા કામગીરી પ્રત્યે બેદરકારી અને દુર્લક્ષ સેવેલ છે તે માટે માફી માંગવા સાથે એક તક આપવા વિનતી કરેલ હતી તેમજ ખાધ્યસામગ્રીના અને અન્ય સાધન સામગ્રીના નુકસાનના વળતર પેટે રૂપિયા ૬૩,૭૧૫/- (૬૩ હજાર સાતસો પંદરની રીકવરી સરકારના સદરે ભરેલ હતી. તેમજ કરેલ ભૂલોનું પુનરાવર્તન ભવિષ્યમાં નહિ કરવાની લેખિતમાં બાહેધરીઆપતા તેમની માનદ સેવા ચાલુ રાખવાની અરજી ગ્રાહ્ય રાખવામાં આવેલ હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *