જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર મનાઇ

જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર મનાઇ
Views: 25
0 0

Read Time:2 Minute, 21 Second

સારા ન્યુઝ, ભુજ

કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવા સદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, માંડવી, ગાંધીધામ, તથા રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ. પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ, સી.પી.આઈ.ની કચેરી, દરેક પોલીસ સ્ટેશનો, ગાંધીધામ મહાનગરપાલિકા, જાહેરસ્થળો, દરેક સરકારી કચેરીઓની બહાર કે તમામ સરકારી કચેરીઓના પરિસરથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા અંગે મનાઇ ફરમાવતું જાહેરનામું કચ્છના અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ ડી.પી.ચૌહાણ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામું સરકારી નોકરીમાં ફરજ ઉપર અથવા રોજગારમાં હોય તે વ્‍યક્તિઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્‍યક્તિઓને, લગ્‍નના વરઘોડા તથા સ્‍મશાનયાત્રાને, સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલા ખાસ કિસ્‍સા તરીકે પરવાનગીને, સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનને લાગુ પડશે નહીં. જાહેરનામાનો અમલ તા.૦૮/૦૧/૨૦૨૬ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર અધિનિયમની કલમ-૧૩૫ની પેટા કલમ-૩ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *