સરકાર સંબંધિત યોજનાકીય વિગતો સત્તાવાર મેળવવાનું હવે એકદમ સરળ – એક જ ક્લિકમાં જોડાઇ શકીએ છીએ ‘Gujarat Information’ WhatsApp ચેનલ સાથે

સરકાર સંબંધિત યોજનાકીય વિગતો સત્તાવાર મેળવવાનું હવે એકદમ સરળ – એક જ ક્લિકમાં જોડાઇ શકીએ છીએ ‘Gujarat Information’ WhatsApp ચેનલ સાથે
Views: 27
0 0

Read Time:2 Minute, 1 Second

સારા ન્યુઝ, ભુજ

      રાજય સરકારના માહિતી ખાતાની માહિતી નિયામકની કચેરી, ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ કાર્યરત છે.

     ગાંધીનગર વડી કચેરી અને જિલ્લા સ્તરે કાર્યરત જિલ્લા કચેરી એ રાજય સરકાર અને સમાચાર માધ્યમો વચ્ચે સરકારી વિગતોના આદાન પ્રદાન માટે એક મહત્વપૂર્ણ કડી છે. એ જ રીતે, વિવિધ સમાચાર માધ્યમોના માધ્યમથી જાહેર જનતાને રાજય સરકારની સત્તાવાર વિગતો મળી શકે તે માટે રાજય સરકારના પ્રચાર-પ્રસારને લગતી કામગીરી સુનિશ્ચિત કરવાનું કાર્ય કરે છે.

      જાહેર જનતાને, રાજય સરકારની સત્તાવાર વિગતો સરળતાથી મળી રહે તે માટે માહિતી નિયામકની કચેરી દ્વારા એકદમ સરળ અને આંગળીના ટેરવે ઉપલબ્ધ એવી ‘Gujarat Information’ નામની વોટ્સઅપ ચેનલ શરૂ કરી છે. આ લીંક https://whatsapp.com/channel/0029VaTfD2nKwqSbFOGPlm22 થી ચેનલમાં જોડાઇને ગુજરાત સરકારની સત્તાવાર વિગતોથી વાકેફ રહી શકાય છે.         

આ ચેનલ પર સરકારના જનહિતલક્ષી વિવિધ નિર્ણયો, ઓફિશિયલ પ્રેસ રીલીઝ, અખબારી યાદી, વિવિધ યોજનાકિય વિગતો, ખાસલેખ, કાર્યક્રમોના ઓફિસિયલ વિડિયો લીંક, ક્રિએટિવ ઇમેજ, લાભાર્થીની વાત, ખેડુતોની પ્રેરણાદાયક વાત જેવી વિગતો દૈનિક સ્તરે શેઅર કરવામાં આવે. છે.

     નાગરિકોને સચોટ વિગતો સમયસર મળી રહે છે. રાજ્ય સરકાર અને નાગરિકો વચ્ચેના સંવાદસેતુ બનવાના હેતુ સાથે કાર્યરત માહિતી કચેરીની ‘Gujarat Information’ WhatsApp ચેનલ સાથે જોડાવવા નમ્ર અનુરોધ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *