ધોકડવા ગામ ખાતે આવેલ રાવલ બ્રીજ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ

ધોકડવા ગામ ખાતે આવેલ રાવલ બ્રીજ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ
Views: 39
0 0

Read Time:2 Minute, 9 Second

સારા ન્યુઝ, ગીર સોમનાથ

ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામ ખાતે આવેલ રાવલ બ્રીજ પરથી ભારે વાહનો પસાર થવા પર જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

બગસરા-ધારી-ધોકડવા-ઉના રોડ પર ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામ ખાતે આવેલ રાવલ બ્રીજ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મૂકવા તેમજ વૈકલ્પીક રૂટ તરીકે ઉના-રાજુલા-ખાંભા થઈ આવવા-જવા અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

જો ભારે વાહન પસાર કરવામાં આવે તો મોટી દુર્ઘટના(જાનહાની) થવાની સંભાવના હોય આગમચેતીના ભાગરૂપે સદરહુ બ્રીજનું સમારકામ ન થાય અથવા તો નવુ બાંધકામ ન થાય ત્યાં સુધી બ્રીજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ જાહેરનામા અનુસાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૩૫૧ (કે) બગસરા-ધારી-ધોકડવા-ઉના રોડ પર ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામ ખાતે આવેલ રાવલ બ્રીજ પરથી નીચેના વાહનો પસાર કરવા પર પ્રતિબંધ મુકવા તેમજ આ જાહેરનામાથી પ્રતિબંધ ફરમાવેલ વાહનોના વૈકલ્પીક રૂટ તરીકે ઉના-રાજુલા-ખાંભા થઈ આવવા-જવા જાહેરનામામાં જણાવાયું છે.

મહત્તમ ૧૨ પેસેન્જરની ક્ષમતાથી ઉપરના તમામ વાહનો, ૭૫૦૦ કિ.ગ્રા.થી વધુ વજન ધરાવતા તમામ ટ્રાન્સપોર્ટ એન્ડ નોન ટ્રાન્સપોર્ટ વાહનો ઉપરાંત શાળાકીય વાહનો કે જેમાં વિદ્યાર્થીઓનું પરીવહન થતું હોય તેવા વાહનો પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ જાહેરનામુ બહાર પડયા તારીખથી તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *